KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક: મોહરમની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવા PI ભરવાડની અપીલ.

 

તારીખ ૨૩/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં આગામી દિવસોમાં આવનાર તાજીયા (મોહર્રમ) ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ભરવાડ ની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએસઆઇ પી.કે. ક્રિશ્ચયન,પીએસઆઇ એમ.આર મોહનીયા સાથે કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌, પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ સહિત બન્ને સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સોમવારે મોડી સાંજના સાત વાગ્યાની આસપાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમાજના આગેવાનોને મોહરમ પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે ઉપસ્થિત લોકોને કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ એ અનુરોધ કર્યો હતો.બેઠકમાં જણાવ્‍યું હતું કે,તારીખ ૨૫,૨૬, જુન ના ગુરુવાર અને શુક્રવાર દરમિયાન મહોરમ(તાજીયા)નું પર્વ મનાવવામાં આવશે અને કાલોલ શહેરમાં સૌથી વધુ કલાત્‍મક તાજીયા હોય છે.આ પર્વની ઉજવણી માટે સમાજના આગેવાનોએ તમામ કાળજી રાખવાની માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજ અગ્રણી તેમજ હિન્દુ સમાજના અગ્રણી સહિતના કાલોલ શહેર તાજીયા કમિટીના સંચાલકો આયોજકો હાજર રહી તાજીયા નું જુલૂસ નીકળશે તે રૂટ વિષે ચર્ચા વિચારણા સાથે કાલોલ નગરમાં શાંતિ સલામતી સુરક્ષા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મહોરમ પર્વ ઉજવાય તેમ જ તાજીયા વિસર્જન દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી અપીલ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ દ્વારા કરવામાં આવી હતી.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;

Back to top button
error: Content is protected !!