BHUJGUJARATKUTCH

ભુજ તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું સફળ આયોજન: ૧૮ સખી મંડળોને ૫૦ લાખનું ધિરાણ અપાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૩ જૂન : મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ આર્થિક વિકાસને વેગ આપવાના હેતુથી આજ રોજ ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આશરે ૧૮ જેટલા સ્વ-સહાય જૂથ (SHG)ની બહેનોને કુલ રૂપિયા ૫૦ લાખના લોન મંજૂરી પત્રો (સેન્ક્શન લેટર) અને ધિરાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ  લક્ષ્મીબેન ખેતાણી અને તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે બહેનોને ચેક અને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે ઉપસ્થિત બહેનોને આ આર્થિક સહાયનો સદુપયોગ કરી પોતાના લઘુ ઉદ્યોગોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તાલુકા લાઈવલીહૂડ મેનેજર જય પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સખી મંડળની બહેનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન તાલુકા APM  સચિન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ અને સફળ આયોજન માટે તાલુકા ક્લસ્ટરની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ થકી ભુજ તાલુકાની બહેનો માટે આત્મનિર્ભરતાના નવા દ્વાર ખુલ્યા છે.

Back to top button
error: Content is protected !!