KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના દોલતપુરામાં પોલીસનો સપાટો: મહિલાના ઘરેથી વિદેશી દારૂની 48 ક્વાટરિયા જપ્ત.

 

તારીખ ૨૬/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

મહોરમના તહેવાર નિમિત્તે પેટ્રોલીંગ કરી રહેલી કાલોલ પોલીસની ટીમને મળેલી ખાનગી અને ચોક્કસ બાતમીના આધારે દોલતપુરા ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, પોલીસ રેઈડ દરમિયાન આરોપી મહિલા ઘટનાસ્થળે હાજર મળી આવી ન હતી.કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર ડી ભરવાડ પોલીસ કર્મચારીઓ સાથે ખાનગી વાહનમાં મહોરમના તહેવાર અનુસંધાને વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ જ્યારે દોલતપુરા ગામે પહોંચ્યા, ત્યારે બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે ગામમાં રહેતી રંજનબેન (તે નરેશભાઈ લક્ષ્મણસિંહ રાઠોડની વિધવા) એ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થાનિક બે પંચોને બોલાવીને બાતમીવાળા મકાને રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મકાનમાં કોઈ હાજર નહોતું. પરંતુ ખુલ્લા મકાનની અંદર પંચોની હાજરીમાં તપાસ કરતા, ઘરના વચ્ચેના ખંડમાંથી એક મીણીયાનો (પ્લાસ્ટિકનો) થેલો ભરેલી હાલતમાં મળી આવ્યો હતો.થેલાની તપાસ કરતા તેમાંથી ‘ROYAL SELECT DELUXE WHISKY’ (૧cell૦ મી.લી.) ના ૪૮ નંગ જેની કિંમત રૂ. ૬,૨૪૦/ના પ્લાસ્ટિકના ક્વાટરિયા મળી આવ્યા હતા. આ વિદેશી દારૂ મધ્યપ્રદેશના પીથમપુર ખાતે બનેલો હોવાનું બોટલ પરના લેબલ પરથી જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી રંજનબેન તે નરેશભાઈ લક્ષ્મણસિંહ રાઠોડ (રહે. દોલતપુરા, તા. કાલોલ, જી. પંચમહાલ). સામે ગુજરાત પ્રોહિબિશન સુધારા અધિનિયમ ૨૦૧૬ની કલમ ૬૫(એ)(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

Back to top button
error: Content is protected !!