
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ચોમાસાની શરૂઆતમાં જ પી.સી.એન. હાઈસ્કૂલના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી

મેઘરજ: અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. તે જ ક્રમમાં મેઘરજ સ્થિત પી.સી.એન. હાઈસ્કૂલના મેદાનમાં વરસાદી પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.શાળાના મેદાનમાં પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશવા અને બહાર નીકળવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. મેદાનમાં પાણી ભરાવાના કારણે શાળાની વિવિધ પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થવાની સ્થિતિ સર્જાઈ છે.સ્થાનિકો અને વાલીઓના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ સમસ્યા સર્જાય છે, છતાં આજદિન સુધી પાણીના કાયમી નિકાલ માટે કોઈ અસરકારક આયોજન કરવામાં આવ્યું નથી. પરિણામે વરસાદ પડતાં જ મેદાન તળાવમાં ફેરવાઈ જાય છે અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાલીઓ એ શાળા તંત્ર અને સંબંધિત વિભાગને વરસાદી પાણીના યોગ્ય અને કાયમી નિકાલની વ્યવસ્થા કરવા અપીલ કરી છે, જેથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે અને શાળાની કામગીરી પણ સરળતાથી ચાલુ રહી શકે.



