પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના સરહદે આવેલા ગાજીપુરા આશ્રમશાળા ખાતે દાતાઓએ દાનનો વરસાદ વરસાવ્યો.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૭.૨૦૨૬
પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના સંગમે આવેલા અને અતિ અંતરીયાળ રાઠ વિસ્તારમાં રાઠ પ્રદેશ વિકાસ પરિષદ,થલકી સંચાલિત શ્રી ગાજીપુરા આશ્રમશાળા,તાલુકો બોડેલી,જિ. છોટાઉદેપુર ખાતે આશ્રમશાળાના વનવાસી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા તથા આવનાર ભવિષ્યમાં બાળકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરે તેવા હેતુસર તા.૦૨-૦૭-૨૦૨૬ ના રોજ શ્રી ગાજીપુરા આશ્રમશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન અરવિંદભાઈ રાઠવા(સામાજિક અને ન્યાય સમિતિના અધ્યક્ષ, જિ.પં.છોટાઉદેપુર) , પ્રકાશભાઈ બારીયા (તા.પં.સદસ્ય), મંડળના પ્રમુખ યોગરાજસિંહ અર્જુનસિંહ રાઠવા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.છેવાડાના બાળકોની છેલ્લા નવ વર્ષથી ચિંતા કરતા આવ્યા છે અને હજુ પણ સતત ચિંતા કરે છે એવા ટ્રસ્ટ અને સેવાકીય સંસ્થાઓમાં માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ માંથી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, નરેન્દ્રભાઈ દવે , દેવેન્દ્રભાઈ શાહ , રામરોટી સત્સંગ મંડળના નરેન્દ્રભાઈ શાહ , મહાદેવ એન્ટરપ્રાઈઝ માંથી સ્કૂલબેગ ના દાતા વિશાલભાઈ અને ગાંધીનગરથ મુકેશભાઈ પટેલ ,આમ ઉપરોક્ત તમામ દાતા ઓ સાથે મળીને કુલ નવ શાળાઓ માટે સ્કૂલબેગ, કંપાસ,બોલપેન, ગણવેશ , બાલિકાઓ માટે ખાસ પીન તથા ગાજીપુરા ગામની મહિલા શક્તિ માટે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ ગાજીપુરા આશ્રમશાળા(તા-બોડેલી), પારખંડા , છાનતલાવડી, સિંગપુર, ખરેટી, તાડીયા, કોહિવાવ, ભીંડા, પાંચખોબલા (તા-હાલોલ) ની પ્રાથમિક શાળાઓના બાળકોને આ દાનવીરો તરફથી લાભ આપવામાં આવ્યો હતો.ગાજીપુરા આશ્રમશાળા તરફથી આવેલ તમામને કુમકુમ તિલક કરી ગુલાબના ફુલથી મહેમાન ઓ ,દાતાઓ,અન્ય શાળામાંથી આવેલ સ્ટાફ અને ભુલકાઓ તથા ગ્રામજનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.તથા તમામ માટે મિઠાઈ સહિત ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગાજીપુરા આશ્રમશાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ.તમામ મહેમાન,દાતા, અન્ય પ્રા.શાળાઓ અને ગ્રામજનોનું સંકલન જેને પાયો ગણવામાં આવે છે તેમાં ગાજીપુરા આશ્રમશાળામાંથી આચાર્ય લક્ષ્મણભાઈ રાઠવા અને સેવાભાવી કાર્યકર્તા પ્રિતેશભાઈ રાઠવા તથા પારખંડા ના આચાર્ય રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતુ. તમામ શાળાઓ દાતાઓનો ખુબ ખુબ આભાર માને છે.








