ચોમાસાની શરૂઆતમાં જ બોડેલીનો ઓરસંગ બ્રિજ જોખમી બન્યો: મોટું ગાબડું પડતાં વાહનવ્યવહાર ઠપ્પ, તંત્રની કામગીરી સામે સવાલો


ગુજરાતમાં ચોમાસાની હજુ તો માંડ શરૂઆત થઈ છે, ત્યાં જ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા અને કરોડોના ખર્ચે રીપેરીંગ કામ થતું હોઈ છોટાઉદેપુર જિલ્લાની ની જીવાદોરી સમાન ઓરસંગ બ્રિજ પર પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. થોડા દિવસો પહેલા જ રાત્રિના સમયે રિપેરિંગ કામકાજ માટે બંધ રાખવામાં આવેલા અને અ બ્રિજ પર ઓછા ટન ધરાવતા વાહનો માટે ચાલુ હતો આ બ્રિજના મોડાસાર તરફના છેવાડે પ્રથમ વરસાદમાં જ એક મોટું ગાબડું પડી ગયું હતું, જેમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર એક ટ્રક પણ ફસાઈ ગઈ હતી. અ બ્રિજ સમારકામની પ્રક્રિયા હજુ ચાલુ જ છે, ત્યાં બીજી તરફ આ પ્રકારનું મોટું ભ્રષ્ટાચારનું ગાબડું પડતાં સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્રિજ પરની તમામ અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. હજારો નાના-મોટા વાહનોની દૈનિક અવરજવરથી ધમધમતા આ મુખ્ય કનેક્ટિવિટી માર્ગને બંને બાજુથી બ્લોક કરી દેવાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા કડક સૂચના અપાઈ છે. ચોમાસું હજુ બરાબર જામ્યું નથી ત્યાં જ આ મુખ્ય પુલ જર્જરિત થઈ જતાં આસપાસના ગામડાઓના રહીશો, વાહનચાલકો અને વેપારીઓમાં ભારે ચિંતા, આર્થિક નુકસાનનો ભય અને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે; હાલ માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પરિસ્થિતિની સમીક્ષા કરીને તાત્કાલિક મજબૂત સમારકામ માટે ચક્રો ગતિમાન કરી રહ્યા છે, પરંતુ જનતામાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, “શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હતું?”
રિપોર્ટર તોસીફ ખત્રી





