SAGBARA

ઘનસેરા ચેકપોસ્ટ નજીક પેટ્રોલ પંપ સામે રોડ પર નું બાંધકામ કરાયેલું ડિવાઈડર પર જાળી લગાવી, જેને લઈ અનેક સવાલો વચ્ચે અકસ્માતનો ભય,

ઘનસેરા ચેકપોસ્ટ નજીક પેટ્રોલ પંપ સામે રોડ પર નું બાંધકામ કરાયેલું ડિવાઈડર પર જાળી લગાવી, જેને લઈ અનેક સવાલો વચ્ચે અકસ્માતનો ભય,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5529;
AI_Scene: (-1, -1);
aec_lux: 136.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 42;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

સાગબારા : ઘનસેરા ચેકપોસ્ટથી અંદાજે 500 મીટરના અંતરે આવેલા ઇન્ડિયન ઓઈલ (IOCL) પેટ્રોલ પંપ નજીક રોડની સાઇડમાં બનાવવામાં આવેલા ડિવાઈડરને લઈને સ્થાનિકોમાં ચર્ચા જોર પકડી રહી છે. આ ડિવાઈડર કાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે કે નહીં, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો આ ડિવાઈડર પેટ્રોલ પંપના સંચાલક દ્વારા બનાવવામાં આવ્યો હોય, તો શું તેના માટે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી મંજૂરી લેવામાં આવી છે? અથવા ખરેખર આ ડિવાઈડર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જ બનાવવામાં આવ્યો છે? આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

સ્થળ પરથી પસાર થતા વાહનચાલકોનું કહેવું છે કે જો રોડ પર આ પ્રકારના બિનઆયોજિત અવરોધને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય, તો તેની જવાબદારી કોણ લેશે? આ પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ દ્વારા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી હકીકત જાહેર કરવામાં આવે. જો ડિવાઈડર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હોય, તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી જરૂરી પગલાં ભરવામાં આવે.

હાલ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં છે અને લોકો નેશનલ હાઈવે ઓથોરિટી તથા સંબંધિત વિભાગ પાસેથી સત્તાવાર સ્પષ્ટતા અને યોગ્ય કાર્યવાહી ની રાહ જોઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!