KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની આશિયાના સોસાયટી પાસે આક ફરકના જુગાર પર પોલીસની રેડ માં એક ઈસમ બે હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપ્યો

 

તારીખ ૧૪/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આશિયાના સોસાયટી સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડતા એક શખ્સને કાલોલ પોલીસે રેડ પાડીને રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસને આ કામમાં કુલ રૂ. ૨,૦૫૦નો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે.

કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આશિયાના સોસાયટીની સામે આવેલી ખુલ્લી જગ્યામાં એક ઈસમ જાહેરમાં બેસીને આંક ફરકના આંકડા લખી પૈસાથી હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક બે પંચોને સાથે રાખીને ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને આંકડા લખાવવા ઉભેલા અન્ય ઈસમો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. જો કે, જમીન પર બેસીને આંકડા લખનારા મુખ્ય આરોપીને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સફરાજખાન અસલમખાન પઠાણ (ઉંમર વર્ષ ૪૩, રહે. આશિયાના સોસાયટી, કાલોલ) હોવાનું જણાવ્યું હતું. રૂ. ૨,૦૫૦નો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીની અંગઝડતી અને તપાસ કરતા તેની પાસેથી રોકડા ભારતીય ચલણી સિક્કા/નોટો: રૂ. ૨,૦૫૦/- (જુગારનો વકરો),લખાણ લખેલી કાર્બન પેપરવાળી ડુપ્લીકેટ પાનાની સ્લીપબુક,એક ચાલુ હાલતની બોલપેન કબજે કરી આરોપી સફરાજખાન પઠાણ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨(અ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!