
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૪ જુલાઈ : તા. શ્રી વડનગરા નાગર મંડળ, ભુજ દ્વારા યોજાએલ ૧૧૦મા વાર્ષિકોત્સવ (મેળાવડા)માં, ભુજ નાગર જ્ઞાતિમાં પ્રથમ ક્રમ મેળવનાર અક્ષ ધૈર્ય છાયાને સ્મારક પુરસ્કાર રૂ. ૬૭૦૦, શિલ્ડ અને ખાસ ગિફ્ટ અર્પણ કરી, વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. તેઓ લેખક સંશોધક જગદીશચંદ્ર છાયાના પૌત્ર છે.અગાઉ ભુજ હાટકેશ સેવા મંડળ દ્વારા અક્ષને શિલ્ડ, રોકડ પુરસ્કાર અને કેરા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શ્રી કેરા કુંદનપર શિક્ષણ ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર સાથે ચંદ્રક મળ્યાની ઘટના સાથે શ્રી ભુજ વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળ દ્વારા જ્ઞાતિ મિલન સમુહ હરખ ભોજન ગાયત્રી યજ્ઞનું આયોજન નોંધનીય છે.




