
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૧૪ જુલાઈ : તાલુકા હેલ્થ ઓફિસ, ભચાઉ દ્વારા તાલુકા પંચાયત હોલ ખાતે ભચાઉ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો તથા અન્ય પદાધિકારીઓ માટે વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની જાણકારી અને જનજાગૃતિના હેતુથી જનચેતના – કોમ્યુનિટી લીડર્સ સેન્સિટાઈઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમનો પ્રારંભ તાલુકા પંચાયત પ્રમુખ રાજીબેન કરશનભાઈ પટેલ, કારોબારી ચેરમેન શ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ દેવશીભાઈ રબારી, ગોપાલક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અરજણભાઈ રબારી, ભાડા બોર્ડના પૂર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોર, તાલુકા પંચાયતના દંડક લક્ષ્મણભાઈ રબારી, સામખિયારીના સરપંચ જગદીશભાઈ મઢવી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંહ તથા એ.ટી.ડી.ઓ. ગઢવીભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો.વર્કશોપ દરમિયાન ડૉ. નારાયણસિંહ તથા ડૉ. ભૂમિકા ગજેરા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન, માતા અને બાળ આરોગ્ય યોજનાઓ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એનસીડી કાર્યક્રમ, કિશોર સ્વાસ્થ્ય, ડાયાલિસિસ કાર્યક્રમ, મિશન ઇન્દ્રધનુષ, નિયમિત રસીકરણ તેમજ મચ્છરજન્ય અને અન્ય ચેપી રોગોથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.આ પ્રસંગે ગામડાઓમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે અને સરકાર ની આરોગ્ય યોજનાઓનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે તે માટે સરપંચો અને સ્થાનિક આગેવાનોને આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી જનજાગૃતિ વધારવા અનુરોધ કરવામાં આવ્યો.કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો તથા અન્ય પદાધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય વિભાગના સૂર્યકાંત પરીખ, મંજુબેન ગરોડા, દીપકભાઈ દરજી, ઇશ્વર પ્રજાપતિ,દિશાબેન સુથાર, કૌશિક સુતરીયા, વિમલબેન વણકર, ઉમંગભાઈ ઉંડવિયા,જયરામ રબારી તથા અયુબ હાલાએ જહેમત ઉઠાવી હતી.





