કાલોલ તાલુકા યુવા ભાજપના નવા હોદ્દેદારોની ગોધરા કમલમ્ ખાતે બેઠક: સંગઠન મજબૂતી અને જનહિતના કાર્યો અંગે ચર્ચા.

તારીખ ૧૬/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત યુવા મોર્ચાના હોદ્દેદારોની બેઠક ગોધરા ખાતે આવેલ ભાજપના જિલ્લા કાર્યાલય કમલમ્ ખાતે યોજાઈ હતી જ્યાં આ મુલાકાતમાં ભાજપના જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈ(લાલાભાઇ), કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ અને તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, યુવા મોર્ચાની ભૂમિકા વધારવા તેમજ આવનારા કાર્યક્રમો અને જનહિતના કાર્યોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં યુવા મોર્ચા દ્વારા ગામ-ગામ સુધી સંગઠનને વિસ્તારવા અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ એ જણાવ્યું કે “યુવા શક્તિ એ દેશ અને સમાજની સૌથી મોટી તાકાત છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા સંગઠનના કાર્યને વધુ ગતિ અને મજબૂતી સાથે આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.બેઠકમાં યુવા મોર્ચાના નવા હોદ્દેદારો જેમાં વિરેન્દ્રસિંહ નટવરસિંહ ચૌહાણ, પ્રમુખ બેઢીયા,૨ હર્ષકુમાર અશોકભાઈ પટેલ ઉપપ્રમુખ રામનાથ,3 કિપાલસિંહ ગીરવતસિંહ રાઠોડ ઉપપ્રમુખ ઝેરના મુવાડા,૪ જીગ્નેશસિંહ અતુલસિંહ ચૌહાણ ઉપપ્રમુખ.કરોલી, ૫ રવિભાઈ ભગવાનભાઈ પટેલ મહામંત્રી સુરેલી,૬ પંકજસિંહ દિનુસિંહ પરમાર મહામંત્રી હડમતીયા,૭ મૈત્રીબેન જીનીતભાઈ ગાંધી મંત્રી વેજલપુર, ૮જયેશભાઈ પ્રવીણભાઈ ચૌહાણ મંત્રી કાનોડ, ૯ વિમલસિંહ બળવંતસિંહ પરમાર મંત્રી નેસડા, ૧૦ દિવ્યરાજસિંહ કિરીટસિંહ પરમાર કોષાધ્યક્ષ કાતોલ,૧૧ કૌશલકુમાર હિતેન્દ્રસિંહ ગોહિલ સોશિયલ મીડિયા કંડાચ, ૧૨ હેરી વિપુલભાઈ પંચાલ આઈ.ટી સેલ અડાદરા, ૧૩ મારુતસિંહ પ્રવીણસિંહ સોલંકી પોલીસી રીચર્સ સેલ જેલી નવનિયુક્ત ટીમના તમામે સંગઠનના કામને વેગ આપવા અને લોકોના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.








