SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વ મંગલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

તા.17/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના પુ. રાકેશ કુમારજીના આશીર્વાદથી તબીબી અભ્યાસની સુવિધામાં વધારો થયો છે સુરેન્દ્રનગરની શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં 26 વર્ષ પછી અદ્યતન સાધનોથી થતી સફળ સારવારને ધ્યાને લઈને નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા તબીબી બેઠકોની સંખ્યામાં વધારો કર્યો છે હવે મેડિકલ કોલેજમાં એમબીબીએસ ની 100ના બદલે 150 બેઠક થઈ છે અને એમડી -એમએસની 59 બેઠક હતી તે હાલ 99 થયેલ છે અને તેમાં હજી વધારો થઈ શકે છે તેમ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર શ્યામ શાહે જણાવેલ છે સુરેન્દ્રનગરના દુધરેજ રોડ ઉપર 1975માં ટી.બી. હોસ્પિટલની સ્થાપના કરાઈ હતી 2000 સાલમાં સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર ટ્રસ્ટ દ્વારા આ પરિસરમાં સી.યુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનો પ્રારંભ કરાયો હતો ત્યારે અહીંની મેડિકલ કોલેજને એમબીબીએસની 100 અને એમડી-એમએસની 59 સીટ ફાળવવામાં આવી હતી વર્ષો પછી શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના લવ એન્ડ કેર દ્વારા સુરેન્દ્રનગરની સી.યુ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનું સંચાલન સંભાળવામાં આવ્યું અને શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ નામથી હોસ્પિટલમાં વ્યાપક સુધારાઓ કરવામાં આવ્યા છે યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, રૂમેટોલોજી જેવા વિભાગોમાં ફુલ ટાઈમ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોથી સેવા આપે છે વેન્ટિલેટર અને સર્જરીના અદ્યતન સાધનોથી હોસ્પિટલને સજ્જ કરવામાં આવેલ છે પ્રસુતા બહેનો માટે સાઉન્ડ પ્રૂફ રૂમો બનાવવામાં આવેલ છે દર્દીઓની સાથે આવતા સગાઓના રહેવા જમવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હોસ્પિટલમાં વેન્ટિલેટર, સર્જરીના અદ્યતન ઈક્વિપમેન્ટ, અદ્યતન લેબોરેટરી, સાઉન્ડપ્રુફ રૂપી ઉપલબ્ધ છે સાથે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ફુલ ટાઈમ સેવા ઉપલબ્ધ છે ગુરુદેવ પૂ. રાકેશ કુમારજીના આશીર્વાદથી સારવારનો સક્સેસ રેટ વધ્યો છે આ બધી બાબતોથી પ્રભાવિત થઈને નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ માટે એમબીબીએસની 100 સીટો હતી તે વધારીને 150 કરવામાં આવેલ છે જ્યારે એમડી અને એમએસના અભ્યાસ માટે 59 સીટો હતી તે વધારીને 99 બેઠક કરવામાં આવેલ છે અનુસ્નાતક કક્ષાના તબીબી અભ્યાસક્રમની બેઠકોમાં હજી પણ વધારો થવાની આશા છે.

Back to top button
error: Content is protected !!