GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

નાયબ મુખ્ય દંડક અને સાંસદના વરદ્હસ્તે મેયરના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાયું.

સુરેન્દ્રનગર મનપાની "સફાઈ મિત્ર સુરક્ષા શિબિર"નું લોકાર્પણઃ સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કરાયું

તા.17/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મનપાની “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર”નું લોકાર્પણઃ સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કરાયું, નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા સાંસદ ચંદુભાઈ શિહોરાના વરદ્હસ્તે સ્વ. મૃગેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે સંતશ્રી રવિદાસબાપુ સર્કલ પાસે, વોર્ડ નં. ૬ ખાતે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મેયર રાકેશકુમાર રાઠોડના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ અને મહાનગર પાલિકાની સફાઈ મિત્ર સુરક્ષા શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ નાગરિકોની સુવિધા માટે જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન બદલ મેયર રાકેશકુમાર રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ કાર્યાલય થકી લોકોના પ્રશ્નોનો વહેલો નિકાલ થશે જનસેવાનો સ્વભાવ ધરાવતા મેયરના અધ્યક્ષસ્થાને નગરજનોને અનેક વિકાસકાર્યોની ભેટ મળવાની છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું વધુમાં તેમણે આવનાર સમયમાં નવા ૮૦ ફૂટ આઈકોનિક રોડની કામગીરી શરૂ કરવામાં આવશે જેના કારણે લોકોની સુવિધામાં વધારો થશે અને શહેરીજનોને વધુ એક વિકાસ કાર્યની ભેટ મળશે તેમ જણાવ્યું હતું આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જનસંપર્ક કાર્યાલયના લોકાર્પણ બદલ મેયરને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ કાર્યાલય બનવાથી લોકોને હવે મહાનગરપાલિકા સુધી જવાની જરૂર નહીં રહે તેમણે મેયરના ભાઈ સ્વ. મૃગેશભાઈ રાઠોડને શ્રદ્ધાંજલિ પણ આપી હતી આભાર વ્યક્ત કરતા મેયર રાકેશકુમાર રાઠોડે ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા શહેરીજનોનો આભાર માન્યો હતો આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદ્હસ્તે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની સફાઈ મિત્ર સુરક્ષા શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીખીલભાઈ ચાંપાનેરી, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, ભવાનીસિંહ ટાંક, મહેન્દ્રભાઈ પટેલ, ઈશ્વરભાઈ સહિત મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, સફાઈ કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!