GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

14 મહિનાથી નાસતા-ફરતા પોક્સોના આરોપીને વેજલપુર પોલીસે મોરબીથી ભોગ બનનાર સાથે શોધી કાઢ્યો.

 

તારીખ ૧૮/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક સરાહનીય કામગીરી કરીને પોક્સો (POCSO) એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા ૧૪ મહિનાથી નાસતા-ફરતા આરોપીને ભોગ બનનાર સાથે મોરબી ખાતેથી શોધી કાઢવામાં સફળતા મળી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં તારીખ ૧૭/૦૭/૨૦૨૬ થી ૧૬/૦૮/૨૦૨૬ દરમિયાન ગુમ કે અપહરણ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા માટે એક ‘સ્પેશિયલ ડ્રાઇવ’ (ઝુંબેશ) નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક દ્વારા પોક્સોના કેસોમાં ભોગ બનનાર અને આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે નાયબ પોલીસ અધીક્ષક (કાલોલ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે.વહુનિયા અને તેમની ટીમે પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરી હતી.

વેજલપુર પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૦/૦૫/૨૦૨૫ ના રોજ BNS એક્ટ ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોક્સો એક્ટ ૨૦૧૨ ની કલમ ૧૨ મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલકુમાર અજીતસિંહ ગોહિલ (રહે. છગનની મુવાડી ખડકી, તા. કાલોલ, જી. પંચમહાલ) ભોગ બનનારને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયો હતો અને પોતાના પરિવાર કે મિત્ર વર્તુળ સાથે કોઈપણ પ્રકારના સંપર્કમાં નહોતો.છેલ્લા ૧૪ મહિનાથી પોલીસને હાથ તાળી આપી રહેલા આરોપી અને ભોગ બનનારને શોધવા માટે પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલીસીસની મદદ લીધી હતી. તપાસ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી ભોગ બનનાર સાથે મોરબી શહેરમાં શ્રીજી એસ્ટેટ કારખાના ખાતે મજુરી કામ કરે છે.આ બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટાફના માણસોને તાત્કાલિક તપાસમાં મોકલીને આરોપીને હસ્તગત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી અને ભોગ બનનાર બંનેને વેજલપુર પોલીસ સ્ટેશન લાવી, આગળની વધુ તપાસ માટે આ કેસ જિલ્લા એ.એચ.ટી.યુ. (AHTU) શાખાને સોંપ્યો છે.

Back to top button
error: Content is protected !!