કાલોલ ની સેન્ડવીચ હોટલમાં CCTV ન રાખતા સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ.

તારીખ ૧૮/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ઉલ્લંઘન બદલ એક હોટલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ડેરોલ સ્ટેશન રોડ પર આવેલી સેન્ડવીચ હોટલમાં સીસીટીવી (CCTV) કેમેરા ન લગાવવા બદલ હોટલના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હોટલો અને ઢાબાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગેના નિયમોની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ સ્ટાફે પંચોને સાથે રાખીને ડેરોલ સ્ટેશન રોડ પર આવેલી ‘કુમાર સેન્ડવીચ હોટલ’ પર તપાસ કરી હતી હોટલના કાઉન્ટર પર હાજર ઇસમની પૂછપરછ કરતાં તેનું નામ પ્રકાશકુમાર છોગારામજી કુમાવત (ઉંમર આશરે ૩૦ વર્ષ, મૂળ રહે. પાવા ગામ, રાજસ્થાન; હાલ રહે. કંજરી રોડ, હાલોલ) હોવાનું જાણવા મળ્યું હતુંપોલીસ દ્વારા હોટલમાં સુરક્ષાના ભાગરૂપે CCTV કેમેરા અંગે પૂછપરછ કરવામાં આવતા સંચાલકે હોટલમાં કોઈ કેમેરા લગાવ્યા ન હોવાનું સ્વીકાર્યું હતું જેથી પોલીસે આરોપી પ્રકાશકુમાર છોગારામજી કુમાવત,કુમાર સેન્ડવીચ હોટલ, ડેરોલ સ્ટેશન રોડ, કાલોલ સામે કલમ 223 મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.







