કાલોલ તાલુકા અને શહેર કોંગ્રેસની કારોબારી મિટિંગ કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન ખાતે યોજાઇ.

તારીખ ૨૦/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે તા. 20/07/2026, સોમવારે સવારે 10:30 કલાકે કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન, કાલોલ ખાતે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કાલોલ શહેર કોંગ્રેસ સમિતિની સંગઠન અંગેની કારોબારીની મિટિંગ યોજવામાં આવી હતી. આ સાથે વેજલપુર તાલુકા પંચાયતના સભ્ય કુલસુમબીબી સલીમભાઈ કઠીયાનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો.મિટિંગમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તથા પંચમહાલ જિલ્લાના પ્રભારી પી.એમ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. જ્યાં કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુલસુમબીબી કઠીયાનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવી સત્કાર કરવામાં આવ્યો હતો.આ મિટિંગમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિયુષભાઈ પરમાર, જિલ્લાના હોદ્દેદારો રાજેન્દ્રસિંહ જાદવ, પ્રદ્યુમનસિંહ પરમાર, નરવતસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ ઠાકોર, ગનીભાઈ મનસુરી, અશોક ઉપાધ્યાય, ઉસ્માન બેલી, ઉમેશભાઈ શાહ, પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મીકી જોસેફ, પંચમહાલ જિલ્લા બક્ષીપંચના ચેરમેન નસીબદાર રાઠોડ સહિત તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.







