GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ધી એમ.જી.એસ.હાઇસ્કૂલ કાલોલના વિદ્યાર્થીઓનું NEETમાં દબદબો,પંચમહાલ જિલ્લામાં ટોચનું પરિણામ

 

તારીખ ૨૧/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પરમાર પ્રિયંકાબેન કરસનભાઈ ૭૨૦ માંથી ૫૯૦ ગુણ મેળવી સમગ્ર પંચમહાલ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું

વર્ષ ૨૦૨૫/૨૬ દરમિયાન યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા નીટ (NEET) માં ધી એમ.જી.એસ. હાઇસ્કૂલ, કાલોલના વિદ્યાર્થીઓએ શાનદાર પરિણામ મેળવી સંસ્થાનું તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ પરીક્ષામાં ધી એમ.જી.એસ. હાઇસ્કૂલ, કાલોલની તેજસ્વી વિદ્યાર્થીની પરમાર પ્રિયંકાબેન કરસનભાઈ એ ૭૨૦ ગુણમાંથી ૫૯૦ ગુણ મેળવી સમગ્ર પંચમહાલ જિલ્લામાં પ્રથમ સ્થાન (જિલ્લા પ્રથમ) મેળવવાની વિશિષ્ટ સિદ્ધિ હાસલ કરી છે. આ ઉપરાંત શાળાની વિદ્યાર્થીની ખુશ્બુ ભાઈલાલભાઈ એ ૩૦૨ ગુણ મેળવ્યા છે. આ સાથે શાળાના અન્ય પણ ઘણા વિદ્યાર્થીઓએ ૨૦૦ થી વધુ ગુણ મેળવી ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે.આ તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ ઉત્કૃષ્ટ સિદ્ધિથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદ અને હર્ષની લાગણી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ શાળાના આચાર્ય વી.એ. ચૌહાણ દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ આ સફળતા વિશે જણાવતાં શાળાની નિયમિતતા, શ્રેષ્ઠ અભ્યાસ કાર્ય અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનને પોતાની સફળતાનું મુખ્ય શ્રેય આપ્યું હતું.આ ઝળહળતી સફળતા બદલ શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથા ધી એમ.જી.એસ. હાઇસ્કૂલ શાળા પરિવાર તરફથી સર્વે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીશ્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!