GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પારુલ યુનિવર્સિટીમાં કાલોલના ડૉ. સુનિલ પરમારનું સન્માન,રિનલ સ્ટોન પર આપ્યું વિશેષ વ્યાખ્યાન.

 

તારીખ ૨૧/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પારુલ યુનિવર્સિટીની જવાહરલાલ નહેરુ હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે યોજાયેલા Alumni HomeoVision Sessionમાં ડૉ. સુનિલ પરમાર, સ્થાપક – જય નારાયણ હોસ્પિટલ, મધવાસ (કાલોલ, પંચમહાલ) દ્વારા “Bridging Evidence: Clinical Research and Homeopathic Practice in Renal Stones” વિષય પર વિશેષ વૈજ્ઞાનિક વ્યાખ્યાન આપવામાં આવ્યું.કાર્યક્રમમાં ડૉ. પૂરવ દેસાઈ (Dean, Faculty of Homoeopathy) તથા પ્રોફેસર ડૉ. રાજ કૃષ્ણની ઉપસ્થિતિમાં ડૉ. સુનિલ પરમારનું Certificate of Appreciation અને PU Alumni Appreciation Award આપી સન્માન કરવામાં આવ્યું.યાખ્યાન દરમિયાન રેનલ સ્ટોનના ક્લિનિકલ અનુભવ, સંશોધન આધારિત સારવાર, કેસ પ્રેઝન્ટેશન અને હોમિયોપેથીમાં એવિડન્સ આધારિત પ્રેક્ટિસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વૈજ્ઞાનિક ચર્ચાનો લાભ લીધો.

Back to top button
error: Content is protected !!