કાલોલ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ચંપાબેન મનહરભાઈ પરમારની સર્વાનુમતે નિયુક્તિ.

તારીખ ૨૩/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયતની આજરોજ તારીખ ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ મળેલી સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ચંપાબેન મનહરભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યાં ભારતીય જનતા પક્ષ દ્વારા આ ચૂંટણી માટે અગાઉથી જ સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપ કાલોલ તાલુકા પ્રમુખ મહીદીપસિંહ ગોહિલે તમામ ભાજપના સદસ્યોને વ્હીપના અધિકાર હેઠળ ચંપાબેન પરમારની તરફેણમાં મતદાન કરવા સૂચના આપી હતી. જ્યાં પક્ષના મેન્ડેટ મુજબ યોજાયેલી ચૂંટણીમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંપાબેન પરમારની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી જ્યાં જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ અને તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ સાથે તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, કારોબારી સમિતિના અધ્યક્ષ સહિત ભારતીય જનતા પાર્ટીના કાલોલ તાલુકા પંચાયત તમામ સભ્યો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયતની મહત્વની સમિતિઓમાંની એક છે. આ સમિતિ અનુ. જાતિ, અનુ. જનજાતિ અને પછાત વર્ગોના કલ્યાણલક્ષી કામો, યોજનાઓના અમલીકરણ અને ફરિયાદ નિવારણની દેખરેખ રાખે છે. ત્યારે ચંપાબેન પરમારની નિયુક્તિથી સમિતિના કામોમાં વધુ વેગ આવશે તેવી અપેક્ષા જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.








