LAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતરના ઓળક ગામે વહીવટી તંત્રનું સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂરમાં ફસાયેલા તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કઢાયા

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ., પોલીસ અને ફાયર વિભાગની ત્વરિત કામગીરી

તા.24/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ., પોલીસ અને ફાયર વિભાગની ત્વરિત કામગીરી, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઓળક ગામમાં ભારે વરસાદના પગલે પરા વિસ્તાર અને નીચાણવાળા ભાગોમાં અચાનક વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના બની હતી પાણીનું સ્તર વધતાં કેટલાક લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળતા જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, મામલતદાર, ટી.ડી.ઓ. અને પોલીસ કાફલો ગણતરીની ૧૦ મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે મહાનગરપાલિકાની ફાયર ટીમ બોટ સાથે તાત્કાલિક ઓળક ગામે પહોંચીને બચાવ કામગીરીનો પ્રારંભ કર્યો હતો ફાયર વિભાગ દ્વારા સઘન બચાવ કામગીરી હાથ ધરીને પૂરના પાણીમાં ફસાયેલા કુલ ૨૭ લોકો જેમાં ૧૩ મહિલાઓ, ૧૦ પુરુષો અને ૪ બાળકોનો સમાવેશ થાય છે જે તમામને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા બચાવી લેવાયેલા તમામ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડીને, હાલ તેમના સગા સંભંધીઓના ઘરે આશ્રય આપવામાં આવ્યો છે મોડી રાત્રે શરૂ થયેલું આ રેસ્ક્યુ ઓપરેશન વહેલી સવારે ૦૪:૦૦ કલાકે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને તેમની ટીમ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી આ બચાવ કામગીરીમાં મામલતદાર, ટી.ડી.ઓ. એ.ટી.ડી.ઓ. અને ખાસ કરીને મહાનગરપાલિકાની ફાયર ટીમનો વિશેષ ફાળો રહ્યો હતો વહીવટી તંત્રની આ ત્વરિત અને સુદૃઢ કામગીરી બદલ સ્થાનિક લોકોએ તંત્રનો દિલથી આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!