GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

શનિવાર અને રવિવારની રજાઓમાં પણ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચના

તા.24/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

શનિવાર અને રવિવારની રજાઓમાં પણ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચના, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતાં જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને લખતર અને દસાડા તાલુકામાં અંદાજે ૬ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે જ્યારે આ તાલુકાઓમાં કુલ વરસાદ ૩૦૦ મીમીથી વધુ નોંધાયો છે ધ્રાંગધ્રા અને થાનગઢ જેવા તાલુકાઓમાં જ્યાં પ્રમાણમાં ઓછો વરસાદ છે ત્યાં પણ કુલ ૫ ઇંચ જેટલો વરસાદ થયો છે ભારે વરસાદને પગલે સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ પર છે તમામ મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓને શનિવાર અને રવિવારની રજાઓમાં પણ હેડક્વાર્ટર ખાતે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે રેસ્ક્યુ કામગીરી અંગે જાણકારી આપતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે લખતર તાલુકાના ઓળક ગામે રાત્રિના સમયે ૨૭ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત ભાસ્કરપરા ગામમાં તળાવની પાળ તૂટવાના કારણે ફસાયેલા ૧૦ લોકોને પણ રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ પહોંચાડાયા છે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની સૂચના મુજબ તમામ પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે સંકલન સાધીને કામગીરી કરવામાં આવી રહી છે સલામતીના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના ત્રણ મોટા રસ્તાઓ અને પંચાયત હસ્તકના ૧૦ જેટલા રસ્તાઓ જ્યાં કોઝવે પરથી પાણી ફરી વળ્યું છે તે બંધ કરવામાં આવ્યા છે તેમજ રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે વધુમાં તેમણે જિલ્લાના જળાશયોની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે વાંસલ ડેમ ૧૦૦ ટકા અને ધોળીધજા ડેમ ૮૯ ટકા ભરાઈ ચૂક્યા છે આથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે જિલ્લામાં અવિરત વીજ પુરવઠો ચાલુ રાખવા માટે પીજીવીસીએલની ટીમો પણ સતત કાર્યરત છે જિલ્લાના ૧૦ જેટલા ગામોમાં વીજળીની સમસ્યા છે અને ૪૫ જેટલા વીજ થાંભલાઓને નુકસાન થયું છે જેને ૨૪ કલાકમાં સુધારીને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે કલેક્ટરએ તમામ નાગરિકોને પોતાની સલામતી રાખવા અને આસપાસના લોકોને મદદરૂપ થવા અનુરોધ કર્યો છે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાલુકા અથવા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે તેમણે વધુમાં જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!