કાલોલના વોર્ડ નં. 3માં સી.સી. રોડનું કામ સવાલોમાં: હલકી ગુણવત્તાનો આક્ષેપ સાથે રહીશો રોષે ભરાયા.

તારીખ ૨૪/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સુવિધાસભર માર્ગો મળી રહે તે હેતુથી રૂા. ૨.૧૦ કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં સી.સી. ટ્રિમિક્સ રોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી માટે ગોધરા સ્થિત ‘આશિષ કન્સ્ટ્રક્શન એજન્સી’ને ટેન્ડર સોંપવામાં આવ્યું છે. પરંતુ, યોજનાના કાલોલ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સુવિધાસભર માર્ગો મળી રહે તે હેતુથી રૂા. ૨.૧૦ કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં સી.સી. ટ્રિમિક્સ રોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી માટે ગોધરા સ્થિત ‘આશિષ કન્સ્ટ્રક્શન એજન્સી’ને ટેન્ડર સોંપવામાં આવ્યું છે. પરંતુ, યોજનાના પ્રારંભિક તબક્કામાં જ લોટમાં સીચું નંખાતું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.વોર્ડ નંબર ૩માં આવેલ ‘ત્રણ ફાણસ’થી ‘હનુમાન મંદિર’ સુધીના માર્ગ પર સી.સી. ટ્રિમિક્સ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન રોડનું યોગ્ય લેવલિંગ જાળવવામાં આવ્યું ન હોવાનું તેમજ પી.સી.સી. કામગીરીમાં ધોરણ મુજબની ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ હોવાનું સ્થાનિક રહીશોના ધ્યાન પર આવ્યું હતું.ઘટનાની જાણ થતાં જ શેઠ ફળિયાના રહીશો તથા પૂર્વ પાલિકા સભ્ય અંજનાબેન મહેતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે રૂબરૂ નિરીક્ષણ કરી કામગીરી નિયમ મુજબ ન થતી હોવા અંગે કોન્ટ્રાક્ટર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. સામા વરસાદે સીસી રોડ બનાવવાના સમય સામે પણ ભારે વિરોધ દર્શાવ્યો હતો.રહીશોના તીવ્ર વિરોધ અને વિરોધ પ્રદર્શનને પગલે રોડનું નિર્માણ કાર્ય તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની ફરજ પડી હતી.જોકે નગરપાલિકા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી ને પુછતા હજુ તો મટીરિયલ નાખ્યું છે પીસીસી શરૂ કરેલ છે. વરસાદને કારણે કામ બંધ કરેલ છે ટેન્ડર મુજબ જ કામ શરૂ થશે. તેવું જણાવ્યું છે.ટેન્ડરના નિયમો અને નક્કી કરેલા માપદંડો મુજબ જ ગુણવત્તાયુક્ત કામગીરી પુનઃ શરૂ થાય કરોડો રૂપિયાના લોકકલ્યાણના કામોમાં કોઈ બેદરકારી ના રાખવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.







