GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદારે કંડાચ નજીક થી ગેરકાયદેસર રીતે રેતી ભરી જતુ ટ્રેક્ટર ઝડપી કાર્યવાહી શરૂ કરી.

તારીખ ૨૦/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બોરુ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે સ્થાનિક રહીશો દ્વારા તાજેતરમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્રને પગલે કાલોલ મામલતદાર અને સરકલ ઓફિસરની ટીમે એક્શન મોડમાં આવીને ગેરકાયદેસર રેતી ચોરી તથા હેરફેર કરતા ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી છે.

તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન કંડાચ ખાતેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી (ખનીજ)નું વહન કરતું વાહન ઝડપાઈ ગયું છે.કંડાચ ખાતે આજ રોજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ટ્રેક્ટર/ટ્રક નંબર GJ-17-UK-0964 ને અટકાવીને તપાસ કરવામાં આવી હતી.ડ્રાઇવર અને માલિક: વાહનના ડ્રાઇવર/ચાલક જીગ્નેશકુમાર સુખતસિંહ સોલંકી (ઉં.વ. ૨૧, રહે. સગનપુરા) તથા માલિક મહિપતસિંહ વાડીલાલ રાઠોડ (રહે. સગનપુરા) હોવાનું સામે આવ્યું છે. વાહનમાં રોયલ્ટી પાસ, ડિલિવરી ચલણ કે જરૂરી આધાર-પુરાવા વગર જ સાદી રેતીનો જથ્થો ભરેલો હતો.ચોરીનો સ્ત્રોત ગોમા નદી (કંડાચ) વિસ્તારમાંથી આ ગેરકાયદેસર ખનીજ ભરીને સગનપુરા તરફ લઈ જવામાં આવી રહ્યું હોવાનું નિવેદનમાં સામે આવ્યું છે.મામલતદાર કચેરી દ્વારા બિનઅધિકૃત રીતે રોયલ્ટી વગર ખનીજ વહન કરવા બદલ ગુનો નોંધી વાહન તથા જથ્થો જપ્ત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કાલોલ મામલતદારની આ કડક કાર્યવાહીથી બેનંબરી રેતી કાઢીને હેરફેર કરતા ભૂમાફિયાઓ અને તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!