GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના નવાપરા ખડીપરામાં તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા 

WAKANER:વાંકાનેરના નવાપરા ખડીપરામાં તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

 

વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં જાહેર જગ્યા પર જુગાર રમતા છ ઇસમોને વાંકાનેર સિટી પોલીસ ટીમે બાતમીના આધારે દરોડો પાડી રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી લીધા છે.

મળતી વિગતો મુજબ, વાંકાનેર સિટી પોલીસની ટીમ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન નવાપરા ખડીપરા શેરી નંબર-૦૨ નજીક કેટલાક ઇસમો ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગાર ધામ ધમધમતું મળી આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૦૬ આરોપીઓની અટકાયત કરી છે:લાલજીભાઈ શિવાભાઈ કાંજીયા ,હુસેનભાઈ યુસુફભાઈ અફરીદી ,સુરેશભાઈ ભરતભાઈ ધોરીયા ,રાજુભાઈ રમેશભાઈ ધોરીયા ,અનિલભાઈ રમેશભાઈ ધોરીયા ,મહેશભાઈ મનસુખભાઈ અથોલા (તમામ રહે. વાંકાનેર) પોલીસે આરોપીઓ પાસેથી દાવ પરથી તથા અંગઝડતીમાંથી કુલ રૂપિયા ૧૭,૩૫૦/- ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. વાંકાનેર સિટી પોલીસે તમામ ૦૬ ઇસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!