અખંડ ભારત સંકલ્પ દિવસ” જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું

21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત (ઉચ્ચ શિક્ષા), જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવારના રોજ કોલેજ કેમ્પસ ખાતે “અખંડ ભારત સંકલ્પ દિવસ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો પ્રારંભ મીર શિફાબેન આર્ટ્સના વિધાર્થીની દ્વારા શ્રદ્ધાપૂર્વકના સનાતની પ્રાર્થનાથી થયો હતો.આ પ્રસંગે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી સર્વેનો ઉત્સાહ આશિર્વચન આપીને વધાર્યો હતો. આ ઉપરાત કાર્યક્રમમાં સંસ્થાના પ્રાધ્યાપકો ઉપસ્થિત થયા હતા.
સાયન્સ-કોમર્સ કોલેજ ના બોટની વિભાગના સહાયક પ્રાધ્યાપક ડો.ધ્રુવ પંડ્યા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. તેઓએ વિધાર્થીઓને મૂળ વેદોમાં વર્ણવાયેલું ભારત અને અંગ્રેજ સરકારના આવ્યા બાદ ભારત રાષ્ટ્રના ટુકડા કે જે આજે વિભિન્ન દેશ તરીકે જાણીતા છે તેનાથી અવગત કર્યા. સાથે સનાતનની સંસ્કૃતિ તથા રાષ્ટ્ર માટે આહુતિ આપનાર એવા મહાન સપૂતો જેમકે રાણી અબક્કા, રાણી ચન્નમા, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ ને યાદ કરી તેઓના જીવન મૂલ્યને વિદ્યાર્થીઓમાં ઉતારવાનો પ્રયાસ કર્યો તથા રાષ્ટ્ર માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થવા માટે વિધાર્થીઓને આહવાન કર્યું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના કલ્ચરલના કન્વીનર ડો.કલ્પનાબેન, ડો.ભારતીબેન, લેફ્ટ. ડો. નૈલેશકુમાર તથા સ્પોર્ટ્સના કન્વીનર ડો.વિજયભાઈ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.






