
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૨૧ ઓગસ્ટ : શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય, જુના કટારીયા ખાતે આર.કે.એસ.કે. અને આર.બી.એસ.કે. કાર્યક્રમ તેમજ વાગડ વેલ્ફર સોસાયટી ટ્રસ્ટ, ભચાઉ દ્વારા સંચાલિત નવજીવન મેડિકલ વેલ્ફર સોસાયટી, સામખીયાળી ના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી, આર.સી.એચ.ઓ. ડૉ. દિનેશ પટેલ, ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંહ તથા જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. રોહિત ભીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ સાથે હિમોગ્લોબિન, વજન, ઊંચાઈ, બી.એમ.આઈ., આંખો તથા દાંતની તપાસ કરવામાં આવી હતી. આર.બી.એસ.કે. ટીમ દ્વારા વિદ્યાર્થીઓનું આરોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સીએચસી ભચાઉના આંખ તપાસ વિભાગના તબીબ દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા વજન, ઊંચાઈ, બી.એમ.આઈ. તથા હિમોગ્લોબિન તપાસમાં સહયોગ આપવામાં આવ્યો હતો.વાગડ વેલ્ફર સોસાયટી ટ્રસ્ટ, ભચાઉ દ્વારા સંચાલિત નવજીવન મેડિકલ વેલ્ફર સોસાયટી, સામખીયાળી તરફથી વિદ્યાર્થીઓની હિમોગ્લોબિન, બી.એમ.આઈ. તથા દાંતની તપાસમાં મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સૌજન્યથી જે વિદ્યાર્થીઓનું હિમોગ્લોબિન 11%થી ઓછું આવ્યું હતું, તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આઈ.એફ.એ. (આયર્ન-ફોલિક એસિડ) ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સંતુલિત પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્યપ્રદ જીવનશૈલી તથા વાહકજન્ય રોગોથી બચાવ અંગે જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું તથા શાળાના આચાર્યશ્રી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના આચાર્ય કુલદીપસિંહ જાડેજા તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા ઉત્સાહપૂર્વક સહયોગ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં વાગડ વેલ્ફર સોસાયટી ટ્રસ્ટ, ભચાઉના શીતલભાઈ જોશી, કોમલબેન પાઠક, ડૉ. મૈથલી જાની તથા ટીમ, આર.બી.એસ.કે.ના ડૉ. અમીબેન ઠક્કર તથા ટીમ, આંખના તબીબ ડૉ. કાર્તિક સોલંકી, આર.કે.એસ.કે. કાર્યક્રમના કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેનકુમાર પાતર, જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર વિપુલભાઈ વાઘેલા, સી.એચ.ઓ. કીર્તનભાઈ, એમ.પી.એચ.ડબલ્યુ. વિવેક આહીર અને હિતેશ ટાંક, એફ.એચ.ડબલ્યુ. રંજનબેન, નયનાબેન, આશાબેન તેમજ શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓના નિયમિત આરોગ્ય પરીક્ષણ અને સમયસર આરોગ્ય માર્ગદર્શન દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત પેઢીના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું.





