MORBI:મોરબીમાં બી ડિવિઝન પોલીસના જુગારધામ પર દરોડા: ૧૦ જુગારીઓ રોકડ રકમ સાથે ઝડપાયા

MORBI:મોરબીમાં બી ડિવિઝન પોલીસના જુગારધામ પર દરોડા: ૧૦ જુગારીઓ રોકડ રકમ સાથે ઝડપાયા
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમિયાન સામાકાંઠે આવેલા બે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને જાહેરમાં ગંજીપતા વડે તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૦ ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે બંને સ્થળો પરથી કુલ રૂ. ૧૨,૬૮૦ ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દરોડા ૧: યોગીનગર પાછળ મફતીયા પરા પોલીસ ટીમે લાઈટના અંજવાળે ગોળ કુંડાળું વાળીને જુગાર રમતા ૫ શખસોને રૂ. ૬,૨૮૦ ના મુદ્દામાલ સાથે કોર્ડન કરીને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ: સુરેશભાઈ દેવકણભાઈ બારૈયા (ત્રાજપર), મુનેશભાઈ લાખાભાઇ સુરેલા (યોગી નગર), સંજયભાઈ મનુભાઈ સનુરા (ત્રાજપર ખારી), રવિભાઈ હરેશભાઈ દેગામા (મફતીયાપરા) અને આનંદભાઈ અશોકભાઈ સીતાપરા (મફતીયાપરા).
દરોડા ૨: ઈન્દિરાનગર, નાળા સામેની શેરી બીજા દરોડામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા અન્ય ૫ શખસોને રોકડા રૂ. ૬,૪૦૦ તથા ગંજીપતાના પાના સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ: પ્રવિણભાઈ મનુભાઈ વરાણીયા, રવિભાઈ બાબુભાઈ હમીરપરા, સલીમભાઈ ઉમરભાઈ કટીયા, પ્રકાશભાઈ ઉર્ફે વિપુલ ગોરધનભાઈ કેરવાડીયા અને રવિભાઈ નાથાભાઈ મજેઠીયા (તમામ રહે. ઇન્દિરાનગર મફતીયાપરા).આ અંગે મોરબી બી ડીવિઝન પોલીસે તમામ ૧૦ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.







