MORBI:મોરબી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નવયુગ કોલેજના NCC કેડેટ્સને અપાઈ વિશેષ તાલીમ

MORBI:મોરબી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નવયુગ કોલેજના NCC કેડેટ્સને અપાઈ વિશેષ તાલીમ
મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ , જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદ્યાસાગર સાહેબ ના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પી.કે. શ્રીવાસ્તવ સાહેબ તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણા સાહેબ ના દિશા નિર્દેશ હેઠળ નવયુગ કોલેજ ના NCC કેડેટ માટે ટીબી અવર્નેસ કાર્યકમ યોજવામાં આવ્યો.
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યકમ અન્વયે ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન – “માય ભારત વોલ્યેન્ટર નિક્ષય મિત્ર” અંતર્ગત નવયુગ કોલેજના ના NCC વિધાર્થીએ ટીબી અંતર્ગત સમાજમાં જનજાગૃતિ ફેલાવવા, ગેરમાન્યતાઓ દૂર કરવા, સમાજ માં છુપાયેલ ટીબી દર્દીઓને શોધી નિદાન થી સારવાર સુધી પોતાનું યોગદાન આપવા તથા ટીબીના ચાલુ સારવાર પર રહેલ દર્દીઓને સાઈકોસોશિયલ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દાખવી ટીબી મુક્ત ભારત એપ્લીકેશન પર પોતાનું રજીસ્ટ્રેશન કર્યું હતું.
ટીબી મુકત ભારત અભિયાન’ અંતર્ગત “માય ભારત વોલ્યેન્ટર”દ્વારા ટીબી દર્દીઓને સામાજિક તથા ભાવનાત્મક સહયોગ ઉપલબ્ધ કરાવવા યુવાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેમાં નેશનલ કેડેટ કોર (એન.સી.સી.) NCC માં જોડાયેલા યુવા નેતૃત્વની સક્રિય ભાગીદારી જરૂરી છે. જેથી તેઓ પોતાના રહેઠાણ વિસ્તારના ટીબી દર્દીઓના “નિક્ષય મિત્ર” બનીને તેમને જરૂરી સહયોગ આપી શકે છે.આરોગ્યની ટીમ સાથે સંકલન કરવા અંગેની તેઓની પોતાની મહત્વની ભૂમિકા ભજવી શકે તે માટે નવયુગ કોલેજ મોરબી અને જિલ્લા ક્ષય કેન્દ્ર- મોરબી દ્વારા તાલીમ /માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ટીબી રોગની સમજ, નિદાન, સારવાર, સરકાર દ્વારા મળતી સહાય તેમજ રોગ અંગેની ગંભીરતાની માહિતી આપવામાં આવી અને ટીબીના દર્દીઓને સાયકૉસોશિયલ સહયોગ કઈ રીતે પ્રદાન કરવો તે બાબતે વોલિએટરને તેની સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તમામ (એન.સી.સી.) NCC કેડેટ/ માય ભારત વોલ્યેન્ટરને પોતાના રહેઠાણના વિસ્તારમાંના ટીબી દર્દીઓને સહયોગ આપવા માટે “ટીબી મુક્ત ભારત અભિયાન એપ્લીકેશન” પર નોંધણી કરવા પ્રોત્સાહિત કરાયા તથા તેમના દ્વારા આ સેવાભાવી કાર્યમાં યોગદાન આપવા સંકલ્પિત કરવામાં આવ્યા હતા.
ટીબી મુકત ભારત અભિયાનની સફળતા માટે NCC સ્વયંસેવકોને સમાજમાં ટીબી વિષયક જાગૃતિ લાવવા તથા આયુષ્માન આરોગ્ય મંદીર પર થતી ટીબી વિષયક આરોગ્ય પ્રવૃતિમાં સહકાર આપવા/ , એક્ટિવ પાર્ટીસિપેટ કરવા માટે મોરબી જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો. ઓર્ડિનેટર પિયુષભાઈ જોષીએ આ કાર્યક્રમમાં એન.સી.સી યુથને માય ભારત વોલ્યેન્ટર તરીકે જોડયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કોલેજના પ્રેસિડેન્ટ શ્રી. પી.ડી. કાંજીયા સર, NCC પ્રિન્સિપાલ શ્રી નિલેશ મીરાણી સર, NCC ઑફિસર લેફ્ટન.શીતલબેન કંઝારીયા ટીબી પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, મોરબી તાલુકાના હેલ્થ સુપરવાઈઝર શૈલેષભાઇ પારેજીયાએ જહેમત ઉઠાવી હતી.










