BANASKANTHADEODARGUJARAT

દિયોદરમાં ભક્તિભાવ સાથે દશામાની મૂર્તિનું વિસર્જન – “આવતા સાલ વહેલા આવજો મા” ના નાદથી ગુંજ્યું મીની અંબાજી ધામ

દિયોદરમાં ભક્તિભાવ સાથે દશામાની મૂર્તિનું વિસર્જન – “આવતા સાલ વહેલા આવજો મા” ના નાદથી ગુંજ્યું મીની અંબાજી ધામ

oplus_0

10 દિવસની આકરી ભક્તિ બાદ ભાવુક વિદાય, દ્વારકાધીશ તળાવમાં વાજતે ગાજતે વિસર્જન

 

પ્રતિનિધિ – દિયોદર,ફોટો છે અહેવાલ કલ્પેશ બારોટ

 

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં માતા દશામાના વ્રતની અનેરી ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે દિયોદર પંથકમાં પણ આ વર્ષે ભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતોદિયોદરમાંમાતા-બહેનોએ 10 દિવસ સુધી કઠોર ઉપવાસ અને નિયમોનું પાલન કરીને દશામાની પૂજા-અર્ચના કરી હતી. પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી હતી દસમા અને અંતિમ દિવસે આખી રાત જાગરણ કરવામાં આવ્યું હતું દિયોદરના દશામા મંદિર ખાતે ભવ્ય રાસ-ગરબાનુંઆયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ માતાજીની ભક્તિમાં લીન થયા હતા.

વહેલી સવારે માતાજીની મહાઆરતી અને સ્તુતિ કર્યા બાદ, ઢોલ-નગારાના નાદ સાથે માતાજીની મૂર્તિને નગરયાત્રા કરાવીને મીની અંબાજી સણાદર ધામ ખાતે આવેલા પવિત્ર દ્વારકાધીશ તળાવમાં વિસર્જન માટે લઈ જવામાં આવી હતી આ વખતે તળાવમાં પાણી છોડવામાં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ “બોલો દશામાં કી જય”અને “આવતા સાલ વહેલા આવજો મા”ના ભાવુક જયઘોષ સાથે અશ્રુભીની આંખે માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!