વલસાડના પૂરનો ઉકેલ લાવવા ઔરંગા નદીની વહનક્ષમતા વધારવા તાત્કાલિક DPRની માંગ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
- વલસાડ શહેરમાં ભારે વરસાદ દરમિયાન સર્જાતી પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિનો કાયમી ઉકેલ લાવવા ડો. નિરવભાઈ પટેલે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે ઔરંગા નદીનો હાઇડ્રોલોજિકલ-ટોપોગ્રાફિકલ સર્વે, વૈજ્ઞાનિક ડીસિલ્ટિંગ-ડીપનિંગ અને નદીના bottleneck વિસ્તારોની ઓળખ કરી તાત્કાલિક DPR તૈયાર કરવાની માંગ કરી છે.
ઔરંગા નદીના મુખથી વલસાડ શહેર સુધી નદીની ઊંડાઈ, પહોળાઈ, ગાદ, peak flood discharge, HFL તેમજ અરબી સમુદ્રના tidal/backwater effectનો અભ્યાસ કરી Integrated Auranga River Flood Management Plan તૈયાર કરવા જણાવાયું છે.
સાથે જ છીપવાડ ગરનાળા–લીલાપુર બ્રિજ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં સર્જાતા અવરોધોની ટેક્નિકલ તપાસ કરી જરૂર જણાય તો નવા બ્રિજ/કલ્વર્ટ અથવા વૈકલ્પિક ફ્લડ-ફ્લો કનેક્ટિવિટી વિકસાવવા feasibility study કરવાની માંગ કરવામાં આવી છે. R&B, જળસંપત્તિ વિભાગ, નગરપાલિકા, રેલવે અને નિષ્ણાતોની સંયુક્ત ટીમથી આ કામગીરી કરાવવા પણ રજૂઆત કરાઈ છે.
ડો. નિરવ પટેલે “Valsad Urban Flood Mitigation Project” હેઠળ સ્ટોર્મ-વોટર ડ્રેનેજ, flood mapping, detention/retention infrastructure તથા real-time વરસાદ અને નદી સપાટી મોનિટરિંગનો સમાવેશ કરવા માંગ કરી છે.
પૂર આવ્યા પછી રાહત નહીં, પૂર પહેલાં કાયમી ઉકેલના અભિગમ સાથે સમગ્ર કામગીરી સમયબદ્ધ રીતે શરૂ કરી DPRની વિગતો જાહેર કરવાની પણ માંગ કરાઈ છે.




