TANKARA:ટંકારાના છતર GIDC ઇંગ્લિશ દારૂ પ્રકરણ: ૭ માસથી નાસતો-ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

TANKARA:ટંકારાના છતર GIDC ઇંગ્લિશ દારૂ પ્રકરણ: ૭ માસથી નાસતો-ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
ટંકારા તાલુકાના છતર GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાવાના ચર્ચસ્પદ ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી નાસતા-ફરતા આરોપીને ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમે રાજકોટ ખાતેથી દબોચી લીધો છે.
ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન અગાઉ તારીખ ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ છતર GIDC ના એક ગોડાઉનમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જંગી જથ્થાના ગુના અંગે મહત્વની બાતમી મળી હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી નીતીનભાઇ વિનુભાઇ વાઘેલા (રહે. રાજકોટ) લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતો-ફરતો હતો.
રાજકોટથી ગિરાફ્તારી:પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રાજકોટ ખાતે હાજર છે. બાતમીના આધારે ટંકારા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી નીતીનભાઇ વિનુભાઇ વાઘેલા (ઉં.વ. ૩૩, ધંધો: મજુરી, રહે. ન્યુ સર્વોદય સોસાયટી, શેરી નંબર-૦૫, નવા થોરાળા, તા.જી.રાજકોટ) ને તેના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
ટંકારા પોલીસે આરોપીની વિધિવત અટકાયત કરી છે અને દારૂના આ મોટા નેટવર્ક અંગે વધુ પૂછપરછ તથા રિમાન્ડ મેળવવા માટે આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.







