GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભડીયાદમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ૫ ઝડપાયા: રૂ. ૩૧ હજાર ઉપરાંતની રોકડ જપ્ત

 

MORBI:મોરબી ભડીયાદમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ૫ ઝડપાયા: રૂ. ૩૧ હજાર ઉપરાંતની રોકડ જપ્ત

 

સરહદી રેન્જ ભુજ આઇજી અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાની આપેલી સૂચના મુજબ મોરબી તાલુકા પોલીસે ભડીયાદ ગામમાં જુગાર ધામ પર દરોડો પાડી ૫ ઇસમોને ઝડપી લીધા છે.

તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે આવેલ રામદેવપીરના મંદિરની પાછળની શેરીમાં રેઇડ કરવામાં આવી હતી. જ્યા સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ:હિતેષભાઇ અતુલભાઇ ત્રિવેદી (ઉં.વ. ૨૮, રહે. વિદ્યાનગર, ભડીયાદ કાંટે) રસીકભાઇ ભીખાભાઇ ધોળકીયા (ઉં.વ. ૫૬, રહે. વિદ્યાનગર, ભડીયાદ કાંટે) હસમુખભાઇ અતુલભાઇ ત્રિવેદી (ઉં.વ. ૨૧, રહે. વિદ્યાનગર, ભડીયાદ કાંટે) સંતોષભાઇ મેરાભાઈ ઇટોદરા (ઉં.વ. ૨૬, રહે. રામદેવનગર, ભડીયાદ)

જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઇ પંચાણજી ઝાલા (ઉં.વ. ૩૬, રહે. રામદેવનગર, ભડીયાદ)પોલીસે સ્થળ પરથી રૂ. ૩૧,૦૫૦/- ની રોકડ રકમ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!