પાટણ ખાતે કુમારપાળ સોસાયટી મા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો..
પાટણ ખાતે કુમારપાળ સોસાયટી મા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો..

પાટણ ખાતે કુમારપાળ સોસાયટી મા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો..
ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણમાં આવેલ કુમારપાળ સોસાયટીમા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો.કુળદેવીશ્રી અંબાજી, શ્રી ચેહર મેલડી સિકોતર માતાજી તથા રામદેવપીરની દયાથી બળદેવદાસ બાપુની અસીમ કૃપાથી પ્રજાપતિ ભેમાભાઈ દેવશીભાઈ ના નવીન મકાનનું સંવત ૨૦૮૨ ને શ્રાવણસુદ-૧૧ ને રવિવાર ૨૩ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ શાસ્ત્રીજી પુરોહિત પ્રફુલભાઈ ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પ્રજાપતિ ભરતભાઈ ભેમાભાઈ ના યજમાનપદે વાસ્તુ સમર્પિત લક્ષ્મી પૂજન હવન યોજાયો હતો.ત્યારે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના મંત્રી રઘુભાઈ પ્રજાપતિ,સમાલ પરગણા પ્રજાપતિ સમાજના પૂર્વપ્રમુખ જેન્તીભાઈ પ્રજાપતિ, ભુવાજી દિનેશભાઈ પ્રજાપતિ અસાલડી,હેમરાજભાઈ પ્રજાપતિ ડીસા,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ થરા, શૈલેષભાઈ પ્રજાપતિ સમી સહીત વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનો હાજર રહી યજ્ઞ ના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.પધારનાર કુંવાસીઓને સ્વ.જડીબેન દેવશીભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ભેટ પુજા કરેલ.દરેક મહેમાનોને પ્રજાપતિ નરેશભાઈ ભેમાભાઈ તથા પ્રજાપતિ હરગોવનભાઈ દેવશીભાઈ એ આવકાર્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530








