
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ગુરુ ગોવિંદ લીમડીમાં આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે આપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો વિરોધ પ્રદર્શન દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ગૃહ વિભાગ અને સરકારની નિષ્ફળતા સામે સવાલો ઉઠાવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની કરી માંગ ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા પોલીસ કાર્યવાહી છતાં આપના કાર્યકરોએ દારૂબંધીના મુદ્દે પોતાનો વિરોધ અવિરતપણે ચાલુ રાખ્યો હતો ગેરકાયદેસર દારૂના વેપાર અને હેરાફેરી સામે તંત્ર દ્વારા કડક અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ જનહિતના આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો કાર્યક્રમ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી



