વાવ-થરાદના વિકાસ માટે ગુંજ્યો જયઘોષ: નિલકંઠ મહાદેવના ચરણોમાં પ્રાર્થના: અતીત ગુલાબગીરી શાંતિગીરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
બુઢનપુર નિવાસી અતિત ગુલાબગીરી શાંતિગીરી તેમજ તેમના નાના ભાઈ અતિત રામગીરી દ્વારા નિલકંઠ મહાદેવ મંદિરે વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાવ-થરાદ વિસ્તારમાં સુખ, શાંતિ, ભાઈચારો અને સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
પૂજા દરમિયાન શાસ્ત્રીજી દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. સાથે જ નવા વાવ-થરાદ જિલ્લામાં શાંતિ અને એકતા જળવાઈ રહે તેમજ વિસ્તાર સતત વિકાસના માર્ગે આગળ વધે તેવી નિલકંઠ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિસ્તારના વિકાસને લઈને પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાવ-થરાદ વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા લોકપ્રિય વિધાનસભાના અધ્યક્ષ મહોદય શ્રી શંકરભાઈ ચૌધરીને આગામી વર્ષોમાં પણ વાવ-થરાદના વિકાસ માટે અવિરત કાર્ય કરવાની શક્તિ અને આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
“નવા વાવ-થરાદની વિકાસયાત્રા અવિરત આગળ વધે, વિસ્તારમાં સુખ-શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે” — એવી ભાવના સાથે નિલકંઠ મહાદેવના ચરણોમાં ભક્તિપૂર્વક શીશ નમાવવામાં આવ્યું હતું.




