WAKANER:સાંસદની ગ્રાન્ટમાંથી વાંકાનેરમાં ૩૦ બસ સ્ટેન્ડ બન્યા: જડેશ્વર બસ સ્ટેન્ડનું રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદના હસ્તે લોકાર્પણ

WAKANER:સાંસદની ગ્રાન્ટમાંથી વાંકાનેરમાં ૩૦ બસ સ્ટેન્ડ બન્યા: જડેશ્વર બસ સ્ટેન્ડનું રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદના હસ્તે લોકાર્પણ
મોરબી (રીપોરટર: મોહસીન શેખ):વાંકાનેર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી કુલ ૩૦ નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે નવરચિત બસ સ્ટેન્ડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ કાર્યક્રમમાં જડેશ્વર મંદિરના મહંત રતિલાલજી મહારાજ, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે આ બસ સ્ટેન્ડને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
યાત્રાળુઓ અને ગ્રામજનોને મળશે મોટી રાહત જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આખું વર્ષ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ઉપરાંત નજીકમાં જ નાનું જડેશ્વર મંદિર પણ આવેલું હોવાથી અહીંથી બસ પકડવા માટે મુસાફરોને અત્યાર સુધી ખુલ્લામાં કે તડકા-વરસાદમાં ઊભા રહેવું પડતું હતું. લોકોની આ હાલાકી ધ્યાને રાખી સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ ગ્રાન્ટ ફાળવીને આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દેગામા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.








