MORBI:મોરબી મુનનગર અને ઓમ પાર્કમાંથી ૯ મહિલાઓ સહ ૧૮ પત્તાપ્રેમીઓ રૂ. ૭.૫૫ લાખની રોકડ સાથે ઝડપાયા

MORBI:મોરબી મુનનગર અને ઓમ પાર્કમાંથી ૯ મહિલાઓ સહ ૧૮ પત્તાપ્રેમીઓ રૂ. ૭.૫૫ લાખની રોકડ સાથે ઝડપાયા
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને તીનપત્તીનો જુગાર રમતા ૯ મહિલાઓ સહિત કુલ ૧૮ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને સ્થળેથી મળીને કુલ રૂ. ૭,૫૫,૪૦૦ ની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રેડ ૧: મુનનગરના ફ્લેટમાંથી ૮ પુરૂષો રૂ. ૭.૧૬ લાખની રોકડ સાથે પકડાયા એ ડિવિઝન પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે મુનનગરમાં આવેલા એક ફ્લેટમાં દરોડો પાડતા જુગાર રમતા ૮ ઈસમો રૂ. ૭,૧૬,૦૦૦ ની રોકડ સાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ:મથુરભાઈ છગનભાઈ કાસુંદ્રા (રહે. મુનનગર) રાજેશભાઈ મગનભાઈ વાછાણી (રહે. એન્ટીકા એપાર્ટમેન્ટ, અવની ચોકડી) નીતીનભાઇ લવજીભાઇ ગામી (રહે. પાટીદાર ટાઉનશીપ, ટીંબડી પાટીયા) પંકજભાઈ રમેશભાઈ રામજીભાઈ ગામી (રહે. રવાપર રોડ) અંતુભાઈ જગદિશભાઇ શર્મા (રહે. વાવવડ રોડ) જયદિપભાઇ ઉર્ફે કાનો દામજીભાઈ ભટાસણા (રહે. ઓમ પાર્ક, નાની કેનાલ રોડ) ભરતભાઈ ગોરધનભાઈ સવસાણી (રહે. સોહમ પ્લેસ, અવની ચોકડી) રેડ ૨: ઓમ પાર્કમાં ૯ મહિલાઓ અને ૧ પુરુષ જુગાર રમતા ઝડપાયા – પોલીસે બીજી રેડ નાની કેનાલ રોડ પર આવેલા ઓમ પાર્ક સોસાયટીમાં પાડી હતી, જ્યાંથી ૯ મહિલાઓ અને ૧ પુરુષ તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. ૩૯,૪૦૦ ની રોકડ જપ્ત કરી છે.
ઝડપાયેલા આરોપીઓ:મહિલાઓ: લતાબેન કૈલાશભાઈ મેરજા, હેતલબેન ભુપેન્દ્રભાઈ સિધ્ધપુરા, અમીષાબેન અંકીતભાઇ જસાપરા, ટ્વિંકલબેન નરેશભાઈ જસાપરા, પારૂલબેન રોહિતભાઈ ચાવડા, મંજુલાબેન ઇન્દુભાઇ કાવાણી, જલ્પાબેન ભાવેસભાઈ સીતાપરા, મુક્તાબેન બાલુભાઇ સીતાપરા, અને દુર્ગાબેન અનિલભાઈ સરડવા.પુરુષ: આસીસભાઇ વિનોદભાઇ વિડજા (રહે. હરીગુણ રેસીડન્સી, મહેન્દ્રનગર ચોકડી).
પોલીસે બંને ગુનામાં સામેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.







