GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના કલ્યાણપર રોડ પર યુવક પર ચાર શખ્સોનો હિંસક હુમલો: પોલીસ ફરીયાદ નોંધાઈ

 

TANKARA:ટંકારાના કલ્યાણપર રોડ પર યુવક પર ચાર શખ્સોનો હિંસક હુમલો: પોલીસ ફરીયાદ નોંધાઈ

 

ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલ સો વારિયા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવક પર ચાર શખ્સોએ પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

 

મળતી વિગતો મુજબ, સો વારિયા પ્લોટમાં રહેતા હાજીશા ઉર્ફે મુન્નો હુશેનશા સોહરવર્દી (ઉ.વ.૩૩) પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે અમરાપર રોડ પર આરોપીઓ હબીબભાઈ ઈશાભાઈ અબ્રાણી અને ઈમરાનભાઈ હબીબભાઇ અબ્રાણીએ તેમને રસ્તામાં રોક્યા હતા. આરોપીઓએ “તું અમારી બાતમી કેમ આપે છે?” તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ હબીબભાઈએ લોખંડના પાઈપ વડે અને ઈમરાનભાઈએ લાકડી વડે હાજીશા પર હિંસક હુમલો કર્યો હતો.

આ દરમિયાન અન્ય બે આરોપીઓ આદમભાઈ ઈશાભાઈ અબ્રાણી અને અવેશ આદમભાઈ અબ્રાણી પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ચારેય શખ્સોએ યુવકને ભુંડી ગાળો આપી ઢોર માર માર્યો હતો અને જતાં-જતાં ધમકી આપી હતી કે “જો પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા જઈશ તો તને જાનથી મારી નાખીશું.”ઘટના બાદ પીડિત યુવકે ટંકારા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!