GUJARATTHARADVAV-THARAD

ભારતમાળા પર 12-12 કલાકની ડ્યુટીના આક્ષેપો! મીડિયા તપાસ બાદ એજન્સીનો દાવો—“હવે 8 કલાકની નોકરી, 26મીએ PF”

વાત્સલયમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ભારતમાળા પ્રોજેક્ટ પર કર્મચારીઓના કથિત શોષણને લઈને ઉઠેલા આક્ષેપો બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. કર્મચારીઓ દ્વારા અગાઉ 12-12 કલાકની ડ્યુટી કરાવવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે જ PF સહિતના કર્મચારીઓના હકો અંગે પણ સવાલો ઉઠ્યા હતા.
આ મામલે મીડિયાની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવતા હવે સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મંદીપા રિયલમ લિમિટેડ એજન્સી દ્વારા મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરવામાં આવી કે કર્મચારીઓ પાસે 12 કલાક નહીં પરંતુ 8 કલાકની જ ડ્યુટી કરાવવામાં આવે છે.
PF મુદ્દે પણ એજન્સી દ્વારા મહત્વનો દાવો કરવામાં આવ્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ 26મી તારીખે કર્મચારીઓને PFનો લાભ મળી જશે.
અગાઉના આક્ષેપો અને હવે એજન્સી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા વચ્ચે અનેક સવાલો ઊભા થયા છે. જો અગાઉ 12 કલાકની ડ્યુટી લેવાતી હતી તો હવે 8 કલાકની ડ્યુટી અંગેની સ્પષ્ટતા કેમ સામે આવી? શું મીડિયા તપાસ બાદ વ્યવસ્થામાં ફેરફાર થયો કે શરૂઆતથી જ 8 કલાકની ડ્યુટી હતી?
હવે સમગ્ર મામલાની નજર 26મી તારીખ પર ટકેલી છે. એ દિવસે કર્મચારીઓના ખાતામાં PFની રકમ જમા થાય છે કે નહીં, તેના પરથી એજન્સીના દાવાની હકીકત વધુ સ્પષ્ટ થશે.

Back to top button
error: Content is protected !!