BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર દ્રારા ઉદ્યોગ સાહસિકતાના દિવસે ઇન્ડસ્ટ્રીયલ શૈક્ષણિક મુલાકાત

24 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરના કોમર્સના વિભાગીય વડા પ્રો.ડૉ.ભાવિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ 21ઓગસ્ટના રોજ Entrepreneur Day ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે ઊંઝા નજીક અરણીપુરા ખાતે આવેલી Export Import Company ‘Dutt PJM Group of Company’ માં વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતની વાસ્તવિક કામગીરી, વ્યવસ્થાપન પદ્ધતિ, ઉત્પાદન પ્રક્રિયા, માર્કેટિંગ, વેચાણ તથા નાણાકીય વ્યવસ્થાપન અંગે પ્રાયોગિક જ્ઞાન મળી રહે તે હેતુથી ઈન્ડસ્ટ્રીની મુલાકાત લેવામાં આવી હતી .
વિદ્યાર્થીઓએ કંપનીની મુલાકાત દરમિયાન વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કંપનીના મેનેજર દ્વારા કાચા માલની ખરીદીથી લઈને ઉત્પાદન, ગુણવત્તા નિયંત્રણ, પેકેજિંગ, માર્કેટિંગ અને તૈયાર માલના વિતરણ સુધીની સમગ્ર પ્રક્રિયા તેમજ ઉદ્યોગસાહસિક બનવા માટે જરૂરી ગુણો, જોખમ લેવાની ક્ષમતા, નવીન વિચારસરણી અને આયોજન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, વ્યવસાયિક સમજ અને ભવિષ્યમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા કોલેજના પ્રિ.ડૉ.અલકાબેન મેવાડા દ્વારા આપવામાં આવી હતી તેમજ પ્રા. અફરોજબેન શેખ અને ડૉ.રવિભાઈ સેનમા પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!