GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વોર્ડ નંબર-૭ માં બિસ્માર રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કોર્પોરેટર ભાવિન ઘેલાણીની કમિશનરને રજૂઆત

 

MORBI:મોરબીના વોર્ડ નંબર-૭ માં બિસ્માર રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કોર્પોરેટર ભાવિન ઘેલાણીની કમિશનરને રજૂઆત

 

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૭ ના કોર્પોરેટર ભાવિનભાઈ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા વિસ્તારના બિસ્માર રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા તથા નવા રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઇટ સહિતના કામો વહેલી તકે પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.

કોર્પોરેટર ભાવિન ઘેલાણીએ પત્રમાં જણાવ્યા અનુસાર, હાલમાં પડેલા ભારે વરસાદના કારણે વોર્ડ નંબર-૭ ના વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે. જેના લીધે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રજાની સુવિધાને ધ્યાન ધ્યાને રાખીને તેમણે નીચે મુજબના કામો સત્વરે હાથ ધરવા માગ કરી છે:

રોડ સમારકામ (પેચવર્ક): આસ્થા હાઉસિંગથી લઈ સ્પાઇસપુરી મુખ્ય રોડ, સુપર ટોકીઝથી મહેન્દ્રપરા મુખ્ય રોડ અને ભગવત ભુવન પાસે પડેલા મોટા ખાડાઓનું તાત્કાલિક પેચવર્ક કામ કરવું.

નવા આર.સી.સી. (RCC) રોડ: લાડુની નાળ પાસે અને નવા હાઉસિંગ પ્લોટના મુખ્ય રોડ પર નવો આર.સી.સી. રોડ બનાવવો.

શેરી રોડ નિર્માણ: કુબેરનગરની શેરી નંબર ૧, ૨, ૩ અને ૪ માં નવા રોડનું કામ પૂર્ણ કરવું.

ફૂટપાથ સુવિધા: સુપર ટોકીઝ પાસે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોની અનુકૂળતા માટે રસ્તાની બંને બાજુ ફૂટપાથનું નિર્માણ કરવું.

સ્ટ્રીટ લાઇટ: વોર્ડના જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોય કે બાકી રહી ગઈ હોય ત્યાં તાત્કાલિક નવી રોશની/લાઇટ ચાલુ કરવી.સ્થાનિક રહીશોની આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આ રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

Back to top button
error: Content is protected !!