
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૨૫ ઓગસ્ટ : તલવાણા સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ માનનીય માંડવી સીડીપીઓ શ્રી શાંતાબા અને સુપરવાઇઝર શ્રી લક્ષ્મીબેન ના માર્ગદર્શન હેઠળ બિદડા આંગણવાડી – ૨ ખાતે રાખવામાં આવેલ હતો.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન છાભૈયા તાલુકા પંચાયતના સભ્ય પરેશભાઈ સંઘાર,બિદડા ગામના સરપંચ જયાબેન છાભૈયા તેમજ ગામના સભ્યો, શાળાનાં શિક્ષિકા બહેન, ગામનાં વડીલો તેમજ આ.વા ના લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા .THR-મીલેટસ- સરગવામાંથી વાનગી બનાવી વાનગી નિદર્શન કરી મહાનુભાવો દ્વારા 1થી 3 નંબર આપવામાં આવ્યા તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મિલેટ્સ અને THR નો ઉપયોગ કરવા ઉપસ્થિત ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો. કિશોરી દ્વારા પુર્ણા શક્તિના ઉપયોગ અને બનતી વાનગી અંગે મંતવ્ય આપવામાં આવ્યું હતું.




