BHUJGUJARATKUTCH

કચ્છ માં ધર્મ,વિજ્ઞાન અને સામાજિક સમરતાનો પ્રથમ અનોખો પ્રયોગ.

માધાપરની દલિત મહિલાઓ ના ૧૭ દિવસના વ્રત ભુજના ચુસ્ત સનાતની આર્ષ આશ્રમે છોડાવ્યા,એક મહિલા નિર્જળા રહી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા – ૦૧ સપ્ટેમ્બર  : ભુજ-માધાપર રસ્તે આવેલ આર્ષ અધ્ય્નન કેન્દ્ર માનવ કલ્યાણ જે અવનવા પ્રયોગ માટે જાણીતું છે અને જે ચુસ્ત સનાતની છે ત્યાં માધાપરની ૨૦ જેટલી દલિત મહેશપંથી મેઘવાળ મહેશ્વરી મહિલાઓએ તેમના ૧૭ દિવસના ઉપવાસ જેને શિવ પૂજા માટે ગોરખુડા વ્રત કહેવામાં આવેછે તે આશ્રમના મહંત પ્રદીપાનંદ સરસવ્તીએ એક સાદા સમારંભ માં છોડાવ્યા હતા અને દરેક વ્રતધારી મહિલાનું ભાગવા ખેસ વ્યક્તિ ગત પહેરાવી સન્માન કર્યું હતું અને તેમની સાથે ભોજન લીધું હતું.એ પ્રસંગે ,સમાજ ના માતંગ રતનસિંહ મહેશપંથ માં સર્વોચ્ચ માનતી ખાસ પ્રાથના જેને વિનંતી કહેવામાં આવે છે તે કરી હતી.મનીષા મહેશ્વરી નામની એક મહિલા તો પરંપરા ને ત્યાગી શાસ્ત્રીય રીતે વ્રત કાર્ય હતા જેમાં જાણીતા યોગ નિષ્ણાત અને કુદરતી ઉપચારક નીખીલ મહેશ્વરી ના માર્ગદર્શન હેઠળ શરૂઆત દિવસો માં માત્ર પાલક અને અન્ય પાંદડા નો રસ અને છેલ્લા સાત દિવસો નિર્જળા રહી હતી ,જે કારણે તેણીના વર્ષો જુના હઠીલા રોગો નિર્મૂળ થયા હોવાનું જણાવ્યું હતું.એ પ્રસંગે પરદીપાનંદ સ્વામીએ આને સનાતની ધર્મ અને આધુનિક વિજ્ઞાન નો અનોખો સમન્વય ગણાવતા જણાવ્યું હતું કે આનાથી અધ્યાત્મીતા અને દેહ શુદ્ધિ થાય છે અને કેન્સર સુધીના તમામ રોગો મટી જાય છે.તેમને કહ્યું હતું કે નિખીલભાઈ ના માર્ગદર્શન હેઠળ તેમણે પણ એકવીસ દિવસનો કુદરતી ઉપચાર નો પ્રયોગ કર્યો હતું અને તેમની જૂની બીમારી થી મુક્ત થયા હતા અને આ પ્રયોગ જીવનભર ચાલુ રાખશે તેમણે કહ્યું હતું કે દલિત સમાજના લોકો સાથે આ રીતે સમન્વય વધારવા નો તેમનો જુનું સ્વપન હતું અને નિખીલભાઈ ની મધ્યસ્થી થી સાકાર થયું હતું.

Back to top button
error: Content is protected !!