BHUJGUJARATKUTCH

આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા માટે તાલીમ-સહ-કાર્યશાળા યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા. ૦૧ સપ્ટેમ્બર : જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના સમિતિ ખંડ ખાતે તાલુકા આરોગ્ય અધિકારીઓ (THO) અને મેડિકલ ઓફિસરો (MO) માટે તાલીમ-સહ-સમીક્ષા કાર્યશાળા યોજાઈ હતી.કાર્યશાળામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. મિતેશ ભંડેરીએ આરોગ્ય વિભાગના વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના કાર્યક્રમોની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે તબીબી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.આ પ્રસંગે RCHO, QMO, ADHO અને EMO દ્વારા પણ તેમના હસ્તકના વિવિધ આરોગ્ય કાર્યક્રમોની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમોની પ્રગતિ, લક્ષ્યાંકો, કામગીરીમાં આવતા પડકારો તથા આગામી આયોજન અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યશાળામાં NCD, કુટુંબ કલ્યાણ, સગર્ભા માતાની તપાસ, TeCHO+, સક્ષમ પોર્ટલ, AAM Footfall, PM-JAY, NQAS તથા કાયાકલ્પ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત IDSP, IHIP, ક્લોરિનેશન, વાહકજન્ય રોગ નિયંત્રણ, માતૃ-બાળ આરોગ્ય, રસીકરણ, RKSK અને RBSK કાર્યક્રમોની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.અંતિમ સત્રમાં NTEP, રક્તપિત્ત અને HIV-AIDS નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ટીબી અધિકારી ડૉ. મનોજ દવે દ્વારા ‘ટીબી મુક્ત કચ્છ’ના લક્ષ્યાંક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ Financial અને HMIS અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી.કાર્યશાળાનો મુખ્ય હેતુ PHC/UPHC તથા તાલુકા કક્ષાએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાનો હતો.

Back to top button
error: Content is protected !!