GUJARATMORBIMORBI CITY / TALUKO

DHROL ધ્રોલ -જામનગર શિતળા સાતમના પાવન પર્વે ભુચરમોરીની ઐતિહાસિક રણભૂમિ પર ક્ષત્રિય સમાજ ઉમટશે

 

DHROL ધ્રોલ -જામનગર શિતળા સાતમના પાવન પર્વે ભુચરમોરીની ઐતિહાસિક રણભૂમિ પર ક્ષત્રિય સમાજ ઉમટશે

 

હજારો ક્ષત્રિયો શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શૌર્ય અને બલિદાનને કરશે નમન

રિપોર્ટ. લલીતભાઈ નિમાવત બાલંભા

ધ્રોલ/જામનગર: શિતળા સાતમના પાવન પર્વ નિમિત્તે ઐતિહાસિક ભુચરમોરીની રણભૂમિ ખાતે હજારો ક્ષત્રિયો એકત્રિત થઈ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ઐતિહાસિક ભુચરમોરીના યુદ્ધમાં શહીદ થયેલા વીર સપૂતોના શૌર્ય, સાહસ અને બલિદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો ભુચરમોરી ખાતે ઉપસ્થિત રહી શહીદોની સ્મૃતિને નમન કરશે. શહીદ વીરોના બલિદાન અને ઐતિહાસિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્યક્રમ યોજાશે.

ભુચરમોરીની પાવન ધરતી પર યોજાનાર આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈને ક્ષત્રિય સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

Back to top button
error: Content is protected !!