ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ ભિલોડા ધોલવાણી નજીક કારમાંથી 2.90 લાખના શરાબ સાથે બે બુટલેગરોને દબોચ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ ભિલોડા ધોલવાણી નજીક કારમાંથી 2.90 લાખના શરાબ સાથે બે બુટલેગરોને દબોચ્યા

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ભાવનગર લઠ્ઠાકાંડ પછી સતર્ક બની દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલો કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા ધોલવાણી ત્રણ રસ્તા નજીક નાકાબંધી કરી દારૂ ભરેલી આઈ-૨૦ કાર સાથે બે રાજસ્થાની બુટલેગરોને ઝડપી પાડી ૮.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતા એલસીબીની રેડથી ભિલોડા પોલીસમાં દોડધામ મચી હતી

 

 

અરવલ્લી એલસીબી PI એમ.એચ ઝાલા અને તેમની ટીમે પ્રોહિબિશનની સખ્ત અમલવારી માટે સઘન પેટ્રોલિંગ કરી રહી છે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથધરી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાન જોધપુરથી આઈ-૨૦ કારમાં બે બુટલેગરો વિદેશી દારૂ ભરી સાબરકાંઠાની સરહદ વિજયનગર વટાવી ટાકાટૂંકા થઈ ધોલવાણી તરફ આવી રહી હોવાની બાતમી મળતા એલસીબી ટીમ સતર્ક બની વોચમાં ઊભી રહેતા બાતમી આધારિત આઈ-૨૦ કારને ઝડપી પાડી કારની અંદર ભરેલ વિદેશી દારૂ અને બિયર ટીન નંગ -૧૧૨૮ કિં.રૂ.૨.૯૦ તેમજ ત્રણ મોબાઈલ અને કાર મળી રૂ.૮.૧૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક અશોક ઘનશ્યામજી જાટ (રહે,રીયા સેટાકી,જોધપુર) અને પ્રકાશ રામુરામજી ચૌધરી (રહે,ઓલવી,જોધપુર)નામના બંને રાજસ્થાની બુટલેગરને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Back to top button
error: Content is protected !!