GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવેનું તત્કાલ સમારકામ કરવા મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવાયું

 

MORBI:રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવેનું તત્કાલ સમારકામ કરવા મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવાયું

 

મોરબી:ચોમાસાના ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બનેલા રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવેનું તત્કાલ સર્વિસ મેન્ટેનન્સ અને રિસરફેસિંગ કરાવવાની માગ સાથે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ અજય પટેલ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી, મોરબી જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ રાજકોટના સંસદસભ્યને પ્રતિનિધિ મારફતે આવેદનપત્ર પાઠવી લોકહિતમાં ત્વરિત કામગીરી હાથ ધરવા અપીલ કરાઈ છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવે એ સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ બંદરો (કોસ્ટલ પોર્ટ્સ) સાથે સબ-કનેક્ટિવિટી પૂરી પાડતો મુખ્ય માર્ગ છે. મોરબીના ટીમડી અને શક્ત સનાળાથી લઈને રાજકોટ સુધી પથરાયેલો આ હાઇવે સમગ્ર વિસ્તારના પરિવહન માટે કરોડરજ્જુ સમાન છે. સ્થાનિક નાગરિકો માટે આર્થિક રોજગારી, શૈક્ષણિક, સામાજિક અને આરોગ્ય વિષયક આવન-જાવન માટે આ રોડ અત્યંત મહત્વનો છે.

વર્ષ ૨૦૨૬ના ચોમાસાના વરસાદને કારણે હાઇવે પર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. બિસ્માર માર્ગના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તથા અકસ્માતનો સરેઆમ જોખમ ઊભું થયું છે. જનહિત અને જાહેર સલામતીને ધ્યાને રાખી સરકારી ધારાધોરણ મુજબ આ માર્ગનું વહેલી તકે રિપેરિંગ અને રિસરફેસિંગ કામ શરૂ કરવામાં આવે તેવી શાસન અને પ્રશાસન સમક્ષ સવિનય માગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!