પાટણ જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન

માહિતી બ્યુરો, પાટણ
તા.૦૨/૦૯/૨૦૨૬
સમાચાર સંખ્યા: ૫૬૪/૦૪
પાટણ જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા. ૨૩/૦૯/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે કલેક્ટર કચેરી, પાટણ ખાતે યોજાનાર છે.
જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો/રજૂઆતો કરવા માંગતા જાહેર જનતાના અરજદારોએ પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજના સમય દરમ્યાન તા. ૧૦/૦૯/૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાક સુધીમાં કલેક્ટર કચેરી, પાટણ ખાતે મળી રહે તે રીતે બે નકલમાં મોકલવાનો રહેશે. કાર્યક્રમના દિવસે અરજદારશ્રીએ જાતે હાજર રહી પોતાની રજૂઆત કરવાની રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના પ્રશ્નો, કોર્ટમાં કેસ ચાલુ હોય તેવી બાબતો, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતો તેમજ અગાઉ સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નો ફરીથી રજૂ કરી શકાશે નહીં. તેમજ પ્રથમવાર અરજી કરવાના હોય તેવા પ્રશ્નો પણ રજૂ કરવાના રહેશે નહીં.
એક અરજીમાં એક જ પ્રશ્ન રજૂ કરી શકાશે. અરજીના મથાળે “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી” તેમ સ્પષ્ટ લખવાનું રહેશે. અરજીમાં અરજદારનો મોબાઇલ નંબર ફરજિયાત લખવાનો રહેશે તથા અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે રજૂ કરવાની રહેશે.
જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવા ઇચ્છતા નાગરિકોને ઉપરોક્ત સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



