WAKANER:વાંકાનેરમાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો: એક સામે ફરિયાદ દાખલ




WAKANER:વાંકાનેરમાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો: એક સામે ફરિયાદ દાખલ

વાંકાનેર શહેરના નવાપરા પંચાસર રોડ વિસ્તારમાં જૂની બોલાચાલીનું મનદુઃખ રાખીને એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મિત્ર સાથે ખરીદી કરીને પરત ફરી રહેલા યુવકને આંતરીને હુમલો કરાતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, નવાપરા પંચાસર રોડ પર રહેતા ૨૭ વર્ષીય સાગરભાઈ ભુપતભાઈ પાટડીયા નામના યુવકે વિસીપરા વિસ્તારમાં રહેતા શુભમ ભાટી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉ ફરિયાદીના મિત્રને આરોપી શુભમ સાથે બોલાચાલી થઈ હતી. તે સમયે સાગરભાઈએ પોતાના મિત્રનો પક્ષ (ઉપરાણું) લીધો હતો. આ જ વાતનો ખાર રાખીને જ્યારે સાગરભાઈ પોતાના મિત્ર સાથે ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આરોપીએ તેમને રોકી ગાળો આપી હતી. ત્યારબાદ પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી ફરિયાદીના ડાબા હાથે છરીના બે ઘા મારી ઈજા પહોંચાડી હતી.ઘટના અંગે સાગરભાઈની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી શુભમ ભાટી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



