GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના જૂના ઇશનપુર ગામે જમીન-રસ્તાના વિવાદમાં યુવક પર હુમલાનો પ્રયાસ: ટ્રેક્ટરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી

 

HALVAD:હળવદના જૂના ઇશનપુર ગામે જમીન-રસ્તાના વિવાદમાં યુવક પર હુમલાનો પ્રયાસ: ટ્રેક્ટરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી

 

હળવદ તાલુકાના જૂના ઇશનપુર ગામે ખેતીની જમીન અને રસ્તાના જૂના વિવાદને લઇને એક યુવક પર ઘાતક હથિયારો વડે હુમલો કરવાનો પ્રયાસ અને ટ્રેક્ટરમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે હળવદ પોલીસ મથકે ૧૦ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, જૂના ઇશનપુર ગામે રહેતા ૩૬ વર્ષીય ભરતભાઇ પાલાભાઈ મકવાણા ટ્રેક્ટરમાં ખાતર ભરીને પોતાની વાડીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન જમીન અને રસ્તાના જૂના મનદુઃખને કારણે ગામના જ કેટલાક લોકોએ તેમને આંતરીને ધારીયા, ધોકા અને પાવડાના હાથા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે જઈ “તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે?” તેમ કહી અણછાજતી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન આરોપી પ્રકાશ નામના શખ્સે લાકડાના ધોકા વડે ટ્રેક્ટરના બોનેટ તથા હેડલાઇટ પર ફટકારીને નુકસાન પહોંચાડ્યું હતું.આરોપીઓ ૧. છનાભાઈ કાનાભાઇ મકવાણા ,૨. પ્રકાશ છનાભાઈ મકવાણા ,૩. સુજલ જગદીશભાઈ મકવાણા ,૪. હેમંત બાલાભાઈ મકવાણા ,૫. નિલેશ જગદીશભાઈ મકવાણા ,૬. ભદ્રેશ ગોરાભાઈ મકવાણા ,૭. વાલીબેન બાલાભાઈ કાનાભાઈ મકવાણા ,૮. બાલાભાઈ કાનાભાઈ મકવાણા ,૯. જગદીશભાઈ બાલાભાઈ મકવાણા ,૧૦. કોકીલાબેન જગદીશભાઈ મકવાણા ભરતભાઇ મકવાણાની ફરિયાદના આધારે હળવદ પોલીસે તમામ ૧૦ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!